તારી છબી જેની કોઈ કિંમત નથી
થોડા શબ્દો થોડા કાગળ,
થોડી શાહી એકઠી કરી.
થોડી લખી પંક્તિઓ ને,
તારી છબીની રચના કરી.
થોડા મેઘધનુષના રંગો,
થોડી સુગંધની કસ્તુરી.
થોડું કર્યું ચિત્રામણ ને,
તારી છબીની રચના કરી.
થોડો પ્રેમ થોડું માન,
થોડી માયા ભેગી કરી.
થોડો સમય મેળવ્યો ને,
તારી છબીની રચના કરી.
થોડું મિલન થોડો વિરહ,
થોડી જિંદગી એકઠી કરી.
થોડો કર્યો પ્રેમ અને,
તારી છબીની રચના કરી.