શાણપણનાં ચશ્મા

શાણપણનાં ચશ્મા

શાણપણનાં ચશ્મા : જીવનની સાચી નજર

જીવન એ એક અનોખું મંચ છે જ્યાં દરેક માણસ પોતાનો અલગ જ અભિનય કરે છે. કોઈ સદભાવના સાથે આગળ વધે છે, કોઈ સ્વાર્થ માટે પાંખો ફેલાવે છે, તો કોઈ પોતાની ઓળખ છુપાવીને બીજાની છાયા બને છે. જ્યારે આપણે સામાન્ય નજરથી દુનિયાને જોઈએ છીએ ત્યારે ઘણીવાર સત્યની પાછળ છુપાયેલા ભેદને ઓળખી શકતા નથી. પરંતુ જ્યારે શાણપણનાં ચશ્મા ચઢાવીને દુનિયાને જોવાનું શરૂ કરીએ છીએ, ત્યારે જીવનની અસલી હકીકતો સામે આવે છે.

આ ચશ્મા આપણને બતાવે છે કે માણસોના ચહેરા પરના સ્મિત હંમેશા દિલની ખુશી નથી દર્શાવતા. અનેકવાર એ એક નકાબ હોય છે, જે પાછળ દુઃ, ઈર્ષ્યા કે કડવાશ છુપાયેલી હોય છે. રામ અને કૃષ્ણ જેવા પાત્રો માણસોના સ્વભાવમાં દેખાય છે, તો બીજી બા રાવણ અને કંસ જેવી નકારાત્મકતાઓ પણ સહજ રીતે નજરે પડે છે. આથી દુનિયા માત્ર કળી કે સફદ નથી, પણ અનેક રંગોથી બનેલો એક જટિલ કેન્વાસ છે.

શાણપણનાં ચશ્મા સાથે જોવાની કળા આપણને સમજાવે છે કે કાચના રંગીન પ્યાલા જેમ મનુષ્યનું મન પણ નાજુક છે. બહારથી ચમકતું હોય છે, પ અંદરથી ખાલી હોય છે. સિંહના ચામડા પહેરીને ફરતા શિયાળાં આપણને એ હકીકત સમજાવે છે કે દેખાવ હંમેશા હકીકત નથી. ઘણા એવા લોકો છે જે પોતાની ખોટી ઓળખને સાચી સાબિત કરવાનો પ્રયત્ન કરે છે.

આ અનુભવ આપણને શીખવે છે કે સાચું શાણપણ એ દેખાવ પર નહીં, પરંતુ જીવનના મૂળ પરખ પર આધારિત છે. શાણપણનાં ચશ્મા આપણને માત્ર દુનયને સમજવા માટે જ નહીં, પણ પોતાને ઓળખવા માટે પણ જરૂરી છે. કારણ કે જ્યારે આપણે પોતાને સાચી રીતે જોઇએ છીએ, ત્યારે જ દુનિયાને સમજી શકીએ છીએ.

શાણપણનાં ચશ્મા

શાણપણનાં ચશ્મા ચડાવીને,

દુનિયાનાં ડહાપણો જોયાં મેં!

માણસોના વેશમાં રામ, કૃષ્ણ,

રાવણ ને કંસના અવતારો જોયાં મેં!

દૂર રહીને લોકોના અનુભવોને,

સાંભળીને જાણી લીધા મેં!

યુક્તિપૂર્વક સહુની બાજીનાં સોગઠાં,

ઊંઘાં પડેલા જોયા મેં!

સિંહના ચામડા પહેરી શિયાળોને,

ખુલ્લે આમ ફરતા જોયા મેં!

સોનાની કબરોમાં સૂતેલા માણસોને,

રાખ ને માટી થતા જોયા મેં!

રંગબેરંગી કાચના ખાલી પ્યાલા સમા મન ફૂટતા જોયા મેં!

શાણપણનાં ચશ્મા ચડાવીને નજરે,

જીવનના વિલાપો

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *