આજ ની પંક્તિ માં કવિ કેહવા માંગે છે સત્ય કોને કહેવાય કેમ કેમ કે અત્યારે ખોટું વધારે બોલે છે લોકો અને સત્ય નું મહત્વ નથી સમજતા તેના માટે જ આ જે આ પંક્તિ માં મેં સમજાવ્યું છે કે સત્ય વચ્ચેનો તફાવત કોને કહેવાય. જાય આત્મા કહે કે હા તે વસ્તુ કરાય અને જાય આતમ એમ કહે કે આ વસ્તુ ના કરાય તે અજ્ઞાન કેવહવામા આવે છે.
મારા અને તારા વચ્ચે,
કોઈ નથી તે જાણ તું! અજ્ઞાનીઓની વાતોને,
અસત્ય જાણ તું!
આત્મા જ્યાં હા કહે,
તે સત્કર્મ જાણ તું! આત્મા જ્યાં ના કહે,
તે દુષ્કર્મ જાણ તું! કર્મના આ સંકેતો,
મારા જ છે જાણ તું! નિર્મળ આ જીવનને,
સુખેથી માણ તું!
જગત મારું તારું જ છે,
એ વાત સત્ય જાણ તું!
સૌંદર્યની સામ્રાજ્ઞી હું
સૌંદર્ય કોને કહેવાય તે આ કાવ્ય માં જણાવેલું છે તો આ કાવ્ય ને શાંતિ થી સમજો.
સૌંદર્યની સામ્રાજ્ઞી છું હું!
ક્યારેક અડીયલ તો ક્યારેક, કહ્યાગરી છું હું.
ક્યારેક ક્ષિતિજના એકાકી તારલા જેવી તો ક્યારેક, પંખીઓના ટોળામાં વિહરતી રહું છું હું.
ક્યારેક કોઈના સ્વપ્નસમી તો ક્યારેક, કોઈના જીવનની વાસ્તવિક્તા છું હું.
ક્યારેક પ્રેમના દરિયા જેવી તો ક્યારેક, દુરાગ્રહી અને ઘૃણાસ્પદ છું હું.
ક્યારેક સબંધોના વિખવાદ જેવી તો ક્યારેક એવા જ સબંધોમાં અપવાદ છું હું.
ક્યારેક વિખરાયેલ શબ્દો જેવી તો ક્યારેક ઉર્મિકાવ્યની કડી છું હું. ક્યારેક આવી તો ક્યારેક તેવી છું હું પણ…. સૌંદર્યની સામ્રાજ્ઞી છું હું!