હે ઈશ્વર હુ તને પ્રાર્થના કરું છુ કે મારે ભક્તિ કરવી કઈ રીત. હું કોઈ જ્ઞાની નથી પ્રભુ પણ હું તમને દિલ થી યાદ કરું ચુ તો તમે મારી ભક્તિ સ્વીકારી લેજે ભગવાન.
હે ઈશ્વર !
તું જ બોલ હવે તારી પ્રાર્થના
કેવી રીતે કરું?
તારી કૃપાનો આભાર માનું કે,
ભોગવેલી યાતનાની ફરિયાદ કરું?
મળેલી જિંદગીના વખાણ કરું,
કે ગુમાવેલી જિંદગીની વાત કરું?
સુખની પળો યાદ કરું કે,
દુ:ખની ઘડીઓના સંતાપ કરું?
તને ગમે એ રીતે યાદ કરું,
કે મને ફાવે તેમ પ્રાર્થના કરું?
જાણું છું તું સાંભળે છે,
અજ્ઞાની જેવી
તારા અબોલાના સંકેતનો,
ન્યાય કેવી રીતે કરું?
વાટ જોઉં તારા બોલવાની કે,
મન કહે તેમ
તારી ભક્તિ કરું?