મારા પડછાયામાં
મારા પડછાયામાં
જીવનની યાત્રામાં પડછાયો એક અજોડ સાથી છે. જ્યારે પ્રકાશ હોય ત્યારે તે આપણા સાથે ચાલે છે, અને જ્યારે અંધકાર હોય ત્યારે તે ગાયબ થઈ જાય છે. આ પડછાયો માત્ર શરીરનો અરીસો નથી, પણ આપણા મન, લાગણી અને સંબંધોની પણ છબી છે. ક્યારેક તે આપણાં ભાવોન ઉજાગર કરે છે, તો ક્યારેક આપણા એકાંતને વધારે ઊંડો બનાવી દે છે.
મારા પડછાયામાં કવિતા માનવીના સંબંધો અને ભાવનાઓનું પ્રતિબિંબ છે. આપણાં આસપાસનાં લોકો, ખાસ કરીને પોતાના નિકટનાં, ઘણી વખત આપણાં જીવનનો પડછાયો બની જાય છે. તેઓ આપણા સ્વભાવને, આપણા અંદરના રંગોને, આપણાં આનંદ અને દુઃખને પોતાની રીતે દર્શાવે છે.
ક્યારેક કોઈનો સ્વભાવ એટલો નજીક હોય છે કે તે આપણાં પડછાયાની જેમ લાગે છે. પરંતુ સાથે જ, આ પડછાયો આપણને યાદ અપાવે છે કે દરેક વ્યક્તિનું અસ્તિત્વ પોતાનું છે, ભલે તે આપણાથી કેટલો પણ નજીક કેમ ન હોય. કવિતામાં એક એવી લાગણી વ્યક્ત થાય છે જ્યાં સાથ હોવા છતાં એક દૂરાવાનો અનુભવ થાય છે. પડછાયો જેવો હંમેશાં સાથે હોવા છતાં હાથમાં ન આવતો, એમ જ કેટલાક સંબંધો હોય છે.
આ કવિતા આપણને શીખવે છે કે જીવનમાં પડછાયો માત્ર અંધારું નથી, તે આપણા સ્વભાવની સાચી છબી છે. તેમાં આપણાં સંબંધોની ઊંડાઈ પણ છુપાયેલી છે. “મારા પડછાયામાં એ માણસના આંતરિક મનનો સંવાદ છે, જ્યાં પ્રેમ, દુઃખ, દૂરાવા અને નજીકતા બધું જ એક સાથે અનુભવું મળે છે.
આથી, પડછાયો માત્ર પ્રકાશની રચના નથી, તે આપણા જીવનનું પ્રતિબિંબ છે, જ્યાં આપણા સંબંધો, લાગણીઓ અને અનુભવો ઝળહળતા રહે છે.
મારા પડછાયામાં
તારા સ્વભાવના રંગોને,
જોઉં મારા પડછાયામાં.
મેઘધનુષી મન તારું,
જોઉં મારા પડછાયામાં.
આવું તારી સમીપ જેટલી,
એટલો જ તું અળગો થાય છે.
સાથ છોડવાની એ વૃત્તિ તારી,
જોઉં મારા પડછાયામાં…