જો જીવન માં કૃષ્ણ છે તો જ જીવન બાકી જીવન વ્યર્થ છે જીવન ને તું કૃષ્ણમય બનાવી દે અને જીવન નો ઉધાર કરી દે તું.
કૃષ્ણ છું હું, કૃષ્ણ છે તું
કૃષ્ણ છે જીવન , જીવનમાં તું
કૃષ્ણ છે જય. તો વિજય છે તું.
કૃષ્ણ કહે છે જે, કરે તે તું.
કૃષ્ણ કરે છે છે. કહે જે તું.
કૃષ્ણ છે તો, છે તું.
છે કૃષ્ણ, જો રહે છે તું.
કૃષ્ણ સમાયો છે તારામાં, કૃષ્ણમાં સમાયો છે તું.
કૃષ્ણ નથી અલગ તારાથી, કૃષ્ણથી નથી અલગ તું.
કૃષ્ણથી જો હોય જગત, જગત છે જેનાથી તે તું.
કૃષ્ણ માન ખુદને તું, કૃષ્ણને આપીને માન તું.
કૃષ્ણ ખુદને બતાવીને આપે, તે જ્ઞાન માન તારું તું.
કૃષ્ણમ્ વંદે જગદ્ગુરુમ્
કહીને કૃષ્ણમય થા તું.