કોણ કોની સામે જોવે છે.
લાગણીઓથી વિમુખ માનવીજાતનું બજાર
આજનો માનવી બે કપટભર્યા ચહેરા લઈ ફરે છે – એક દુનિયા માટે અને એક પોતાના માટે. જીવનમાં જેટલો ઉછાળો છે, એટલાં જ ઊતાર છે, પણ સમજાય એટલું જ છે કે અહીં કોઈ સાચું જીવતું નથી – સૌને પોતાનું રમીલું નાટક વર્તાવવાનું છે.
આ કાવ્ય એ કડવી હકીકત બતાવે છે કે તફાવત હવે પૈસાનો કે દરજ્જાનો રહ્યો નથી – દુઃખ, તકલીફ અને એકાંતનો અનુભવો કરોડપતિ અને રોડપતિ બંને માટે એકસરખો છે. જે જોઈતું નથી એ મળે છે, અને જે હકીકતમાં જોઈએ છે એ માટે જીવનભર તપસ્યા કરવી પડે છે.
આ જગતમાં બૌદ્ધિકતા વધી છે, પણ સંવેદના ઓછી પડી છે. અહીં લાગણીઓની કિંમત નહીં રહી. જે નિસ્વાર્થ પ્રેમ કરે છે, જે મફતમાં લાગણીઓ વહેંચે છે – તેને આ સમાજ ઉપયોગ કરીને ભુલી જાય છે, કચડી નાખે છે. આજે લાગણીઓ વેપાર બની ગઈ છે, સંબંધો લેણદેણ બની ગયા છે અને વિશ્વાસ એકદમ ભંગુર લાગ્યો છે.
જ્યાં દિવસના ભોગી લોકો રાત્રે વાસના તરસે છે, ત્યાં જીવનની સચ્ચાઈ છૂપાવવી પડે છે. અહીં કોઈ પણ કોઈનો નથી – બધા પોતાનાં ફાયદા માટે એકબીજાને નિહાળે છે. આજે લાગણી કોઈ શબ્ધ નથી, માત્ર એક લાભખોર ટેક્નિક બની ગઈ છે.
આ કાવ્ય આપણને મજબૂર કરે છે વિચાર કરવા માટે કે શું આપણે હજી માનવી છીએ? કે પછી બસ વ્યક્તિત્વમાં લાગણીઓ વિનાના જીવંત પुतળા?
સમય આવી ગયો છે જ્યાં લાગણીઓને બચાવવી પડશે – નહિંતર દિવસ દૂર નથી જ્યારે લાગણીઓનો અર્થ પણ શબ્દકોષમાં ખોવાઈ જશે.
કોણ કોની સામે જોવે છે.
કોણ કોની સામે જુએ છે?
અહીં કરોડપતિ પણ રુએ છે, અને રોડપતિ પણ રુએ છે.
આ બુદ્ધિશાળીઓની દુનિયામાં, એક ભવમાં જો કોઈ આવે તો, એકમાં જ સાત ભવનું રુએ છે.
અહીં શેઠની તિજોરી ખાલી તો, ભિખારીની પેટીમાં લાખો મળે છે.
સવાયા માનવીના આ બજારમાં, સૌ લાગણીઓનો વેપાર કરે છે.
મફતમાં લાગણી લૂંટાવનારનો, દરેક વ્યક્તિ સંહાર કરે છે.
રાત્રે દરબાર જામે છે અહીં, ને દિવસે લોકો વિરામ કરે છે.
One Comment