આ દુનિયા માં જેથી આપણે ખબર જ નથી પડતી કે આ દુનિયા માં આપડે સુ કરીયે છીએ જેમ,કે આટલી બધી સુવિધા આયવી પણ હાજી સુધી આપણે જાણી શકીએ નથી કે આ દીનદુનિય માં આપણે દરિયા ની ઊંડાઈ કેટલી છે અને આકાશ કેટલું લાબું છે, માણસ જીવે છે કેમ ને માણસ મારી જાય તો જાય છે કાયા, ને આ કુદર માં કેટલી દુનિયા બનેલી છે ને આ બ્રહામન્ડ માં કેટલી આકષાગંગા છે જેમ આવા બવ બધા સવાલ છે તેનો જવાબ નથી આપડી જોડે.
સમુદ્રના ઉંડાણમાં,
ઘૂઘવાટોનું રાજ છે.
શાંત હવામાં પણ,
દબાયેલો અવાજ છે.
બંધ ઓરડામાં,
વિચારોનું આકાશ છે.
કપાયેલી પાંખોને પણ,
ઉડવાનો અવકાશ છે.
ઝરૂખો ખૂલે ત્યાં,
નજરોની તલાશ છે.
દુનિયાની ભીડમાં,
એકલતાનો ત્રાસ છે.
સપનાના મહેલોમાં,
હકીકતોનો કંકાસ છે.
જીવનરૂપી નાટકોનો,
મૃત્યુરૂપી ખિતાબ છે.