ફેરો પૂરો થયો
આ માનવી નો એક માળા રૂપી સંસાર નો એક ફેરો છે, જેમ કેમ રોજ આપડી શ્રી માં રોજ શાકભાજી ના ફેરિયા વાળા છે ને જાય છે એમ જ આ માનવ નો દેહ માં પણ એક ફેરો જ છે, જેમાં તમે આ પૃથ્વી પાર પણ એક જ ફેરો છે જેમાં આવાની ને જવાની છે, આ પંચમહાભૂત નું શરીર છે તે એક દિવસ વિલિઅન થવાનું છે.
જોયો પથ ધૂંધળો ત્યાં,
દુનિયાનો છેડો પૂરો થયો!
જીવ જ્યાં અટક્યો ત્યાં,
જીવનનો ફેરો પૂરો થયો!
થયા પંચતત્ત્વોના ભાગાકાર ત્યાં,
સરવાળો જીવનનો પૂરો થયો!
ગુમાવ્યું સઘળું સુખ ત્યાં,
પામવાનો ભ્રમ પૂરો થયો!
કારણ વગરનો ફેરો હતો ત્યાં,
કારણ વગર જ પૂરો થયો!
One Comment