એથી વધું સુખ શું હોય?
અવાજ વિના બોલતો પ્રેમ – એક લાગણીભર્યો પળો
કેટલીક લાગણીઓ એવી હોય છે જે શબ્દોની રાહ જોતી નથી, અને કેટલાક પળો એવા હોય છે કે જ્યાં मौન પણ પ્રેમની ઊંડાઈને બોલાવે છે. પ્રેમ એ હંમેશાં મોટાં ગિફ્ટ કે મોટા પળોથી નહીં, પણ એ નાનકડી ક્ષણોથી પણ ઊંડો અનુભવ કરાવે છે – જ્યાં સાથ હોય છે, સહારો હોય છે અને સમજી શકતી નજર હોય છે.
જ્યારે પ્રેમમાં કોઈનું માથું તમારાં ખભે ઢળી પડે, ત્યારે એ પળ માત્ર આરામની નથી હોતી, એ વિશ્વાસ અને સ્વીકૃતિની પણ સંવેદના હોય છે. પ્રેમ એ શારીરિક હાજરીથી પણ વધુ હોય છે – એ એના ધબકારામાં, આંખોની ભીની ખામોશીમાં અને સાથની નિર્મલતામાં છુપાયેલો હોય છે.
જ્યારે એક પ્રેમભર્યું નાટક માત્ર સૂવાની અદાઓમાં છુપાય, અથવા દિલની વાત કહેતો ગીત તમારાં કાન સુધી પહોંચે, ત્યારે પ્રેમની મૂલ્યવત્તા સમજાય છે. પણ ખરું સુખ ત્યારે અનુભવાય છે જ્યારે તમે કોઈની માફી માટે મોક બનીને રાહ જુઓ – કારણ કે એ માત્ર અહંકાર તોડી નથી રહ્યા, પણ પ્રેમની સાચી પરિભાષા જીવવી છે.
આ કાવ્ય એ પળો માટે છે – જ્યાં પ્રેમ બોલતો નથી, પણ જીવાતો હોય છે.
એથી વધું સુખ શું હોય?
ઢળતું મારું માથું
તારા ખભે હોય,
વાળ મારા તારા તું શાંત નિંદ્રામાં મસ્ત ભમતો હોય,
હું મનમાં મલકાતી જાગતા સૂવાનો આનંદ લેતી હોઉં એથી વધુ સુખ શું હોય?
ભરોસાનો હાથ તારો મારી નજરમાં હોય, મનમાં પસ્તાતી હું
ગાલને સતાવતા હોય.
ને અમથું સુવાનું
કરીને હું નાટક,
એ પળોને માણતી હોઉં.
ને અચાનક કોઈ પ્રેમનું ગીત કાને અથડાય,
એથી વધુ સુખ શું હોય?
તારા હૃદયના ધબકારા
સંભળાતા હોય,
વિચાર્યા કરુ,
તને દુ:ખી કરીને
હું શું ગુમાવુ છું ?
તારા હૃદય પર
મારો સ્પર્શ હોય,
ને હું મૂક બની
તારી માફી માંગું
ને તારા જાગવાની રાહ જોઉં
એથી વધુ સુખ શું હોય?