બાપા સીતારામ મિત્રો,
આજે હું તમને એક કવિતા ની મહત્વ સમજાવા જય છું તો પછી આજે તમે આ કવિતા ને ધ્યાન થઈ સમજો આ એક ગરીબ અને એક પૈસા વાળા ની કહાની છે જે હું તમને એક કવિતા માં સમજવું છું તો આશા છે કે તમે આ કવિતા ને ધ્યાન થી સમજો.
કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રેભોળા ! આપણા જુદા આંક.
થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ? એમાં તે શી ખોટ ?
ઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલમાલ,
આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ પૂળિયે
મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,
સુખદુ:ખોની વારતા કે’તા બાથમાં ભીડી બાથ.
ખુલ્લા ખેતટ અડયેપડધે, માથે નીલું આભ.
વચ્ચે નાનું ગામડું બેઠું,
ક્યાં આવો છે લાભ ?
સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત,
દોઢિયા માટે દોડતાં એમાં જીવતાં જોને પ્રે ત!
માનવી ભાળી અમથું અમથું આપણું ફોટે વ્હાવ
નોટ ને સિક્કા નાખ નદીમાં,
ધૂળિયે મારગ ચાલ !