ચાલ! એને હું યાદ કર
મને એમ થાય આજે એને હું માનવી લવ, ને મન પણ એમ કી છે ચાલ આજે એને હું માનવઈ લવ અને જો એને નો આવે તો પણ એને હું કઈ પણ કરીને માનવી ને લઇ ને આવું, હું એને આવાની રાહ પણ જોવ ચુ જો એ નાઈ આવે ટી એને હું તો જઈને લૈઆવું એને એને મારી જોડે જ રાખું યાર આને જ સાચો પરેમ કેવાય એ, એની આયદો માં એટલો ખોવાય જવાય છે કે મારા થી તેની યાદ પણ નથી આવતું. આ પ્રેમ માટે ની કવિતા છે એક વાર જરૂર તમે વાંચો માજા આવશે તમને ને એક નવો અનુભવ થશે.
મનને આજે મનાવી લઉં?
ચાલ! એને હું યાદ કરું.
આવે એ તો વાટ જોઉં,
ના આવે તો વિનંતી કરું.
સ્વપ્નો આજે સમેટી લઉં,
ને ખાલી રાતો બાદ કરું.
દિવસો વિરહના મૂકી દઉં,
ને મુલાકાતની અરજી કરું.
રસ્તો એનો સજાવી લઉં,
ને સ્વાગત એનું મનથી કરું.
બંધ આંખોથી જોઈ લઉં,
ને બંધ હોઠોથી વાત કરું.
મનને આજે મનાવી લઉં?
ચાલ! એને હું યાદ કરું.
ફરિયાદો સહુ ભૂલી જઉં,
ને ફરી ફરીને યાદ કરું !
2 Comments