ભાગ્ય મળી ગયું
ભાગ્યનું લખાણ કે વિચારશક્તિ? — જીવનની કલમ કોણ ચલાવે છે?
જીવન એક એવો કાગળ છે જે રોજ લખાઈ રહ્યો છે પણ પ્રશ્ન એ છે કે આ લખાણ કોના હાથમાં છે? શું આપણું ભાગ્ય પહેલાંથી લખાયેલું હોય છે કે આપણે જ દરેક પાનાંને આપણા વિચારોથી ભરી રહ્યા હોઈએ છીએ
આજની દુનિયામાં બહુ ઓછાં લોકો છે જે પોતાના જીવન માટે સંપૂર્ણ જવાબદારી લે છે. મોટા ભાગે લોકો દુઃખ આવે ત્યારે ભગવાનને દોષ આપે છે અને સુખ મળે ત્યારે ભાગ્યને શ્રેય આપે છે. પરંતુ આ કાવ્ય “ભાગ્ય મળી ગયું” એ વિચાર આપતું કાવ્ય છે કે કદાચ ભાગ્ય પણ આપણા પોતાના હાથમાં છે આપણી કલમમાં છુપાયેલું.
કવિ કહે છે કે
ભાગ્ય મારું મારી કલમથી, મેં જેવું લખ્યું એ થઈ ગયું
આ એક બહુ ઊંડો સંદેશ આપે છે. આપણે જે વિચારીને લખીએ છીએ, કદીક એ આપણા જીવનમાં સાકાર પણ થાય છે.
આમ જોવા જઈએ તો જીવન એ કવિ છે અને આપણે એના લેખક. આપણાં વિચારો, વલણો અને અભિગમ જ નિર્ણય કરે છે કે આપણું આવનારું કઈ રીતે બનશે.
આ કાવ્યમાં ભાવનાનો પ્રવાહ એટલો સરળ છે કે આપણે પણ અટકી જઈએ અને વિચારીએ: શું ખરા અર્થમાં દુઃખના દોષ બીજાને આપી શકાય? કે “શા માટે આપણે જે શોધીયે છે, તે પણ કદાચ આપણામાં જ છુપાયું છે
એટલે જ અંતે, જ્યારે કવિ કહે છે
મારા ઈશ્વરનું સ્વરૂપ મળી ગયું. જેમાં લખ્યું મારું કલમરૂપે
ત્યારે લાગણી એ થાય છે કે ઈશ્વર, ભાગ્ય, અને જીવનની ભૂમિકા બધું આપણા હાથમાં હોય તો
અંતે, ભાગ્યને બદલી શકાય એવું કંઈક હોય તો એ છે
વિચારશક્તિ અને એ વિચારશક્તિ આપણાં હાથમાં રહેલી કલમ જેવું છે.
ભાગ્ય મળી ગયું
ધાર્યું કામ આજે થઈ ગયું,
જાણે અજાણે પણ કંઈક થયું.
ભાગ્ય મારું મારી કલમથી,
મેં જેવું લખ્યુ એ થઇ ગયું.
અમથી જ લીધી હાથમાં એ, કોણ જાણે શું લખાઈ ગયું. સારુ છે કે સારું લખાઈ ગયું, કેમ કે લખાઈ ગયું એ જ થયું.
મારી અંદર એ દેખાઈ ગયું. શોધ્યું જે અન્યોની ભીતરમાં, દોષ દીધા આજ સુધી લોકોને, મારા જ હાથમાં તે મળી ગયું.
મારા ઈશ્વરનો,
સ્વરૂપ મળી ગયું.
જેથી લખ્યું મારું
કલમરૂપે જેનુ ભાગ્ય ને,
મને જોઈતું બધું મળી ગયું.