આશીર્વાદ કોને કહેવાય 

ચાલો મીત્રો આજે તમને જવાનું કે આશીર્વાદ કોને કહેવાય કેમ કે આજના કલયુગ ના જમાનામા લોકો માતા પિતા, ગુરુજી કે પછી વડીલો ને લોકો પગે લગતા નથી ને લોકો આ વિદેશ ની રુચિ માં ચાલી રહ્યા છે તો આજ ના લોકો ને સમજવું જરૂરી છે કે આશીર્વાદ કોને કહેવાય કેમ કે માતા પિતા કે ગુરુ ના જો આશીર્વાદ મળી જાય તો આ જીવન નો બેડો પાર થાય છે તેના માટે જ મેં આ કાવ્ય લખ્યું છે તો આ કાવ્ય ને સમજો.

ગયા ભવનાં પુણ્યો મને.

આ ભવમાં મળ્યા!

તેથી જ તો આ ભવમાં, તમે મને મળ્યા!

દસકો થશે એ વાતને છતાં, મન મારું માનતું નથી.

લાગે છે તમે અસ્તિત્વમાં જ છો, એ ખોટું છે એ જાણતું નથી.

સૂકા પાનખરનાં પાંદડા સમા, તમારા પ્રેમાળ હાથનો સ્પર્શ.

મારા માથે હજી વર્તાય છે.

આપ્યા તમે આશીર્વાદ ત્યારે જે, લાગે છે જાણે આજે જ મને મળ્યા.

ગયા ભવનાં પુણ્યો મને,

આ ભવમાં ફળ્યાં!

Leave a Comment