પ્રેમ એ શું છે?

પ્રેમ એ શું છે?

જેની કોઈ કિંમત નથી એનું નામ પ્રેમ કહેવાય, પ્રેમ શું છે તે જાણવું હોઈ તો એના મારે પ્રેમ કરવો પડે પેલા, કેમ કે પ્રેમ એક એવો વિષય છે જેની કોઈ વ્યાખ્યા નથી કે તેને એક શબ્દો માં કઈ શકીયે, પ્રેમ નો અનુમબાવ કરો તો ખબર પડશે કે તેના અનુભવ કોઈ સીમા નથી, જયારે પ્રેમ થાય છે ત્યરે માણસ કશું જ જોતો નથી કે સાચા પ્રેમ માં કઈ ખબર જ હોતી નથી, પ્રેમ એક એવું સતય છે કે જેને તમારે ખુદ જ અનુમભવ કરવો પડશે આ તેના માટે નું કાવ્ય છે એક વાર વાંચજો આ કાવ્ય તમને એક નવો અનુભવ થશે.

પ્રેમ શું છે ? પ્રેમ શું નથી?

સત્ય એ છે કે પ્રેમની વ્યાખ્યા જ નથી.

શબ્દોમાં લખાય તો સીમિત થાય.

પ્રેમના અનુભવની કોઈ સીમા નથી.

ધરતીનો છેડો મળવાનો નથી.

આકાશનો અવકાશ કળવાનો નથી.

આભનો ગુણાકાર ધરતી સાથે થાય,

પણ પ્રેમનું સરનામું બનવાનું નથી.

માગ્યા વગર કશું મળવાનું નથી.

આપ્યા વગર કશું જવાનું નથી.

સાકરની મીઠાશનું વર્ણન ન થાય.

એમ પ્રેમનું વર્ણન થવાનું નથી.

વાસ્તવમાં જે શક્ય નથી.

કલ્પનાઓમાં એ અશક્ય નથી.

શરીરથી જીવ ભેગા ન થાય.

પ્રેમથી જીવ છૂટો

પડવાનો નથી.

પ્રેમ એ સત્ય ને

પ્રેમ અદ્રશ્ય છે.

જાદુ એવો છે પ્રેમનો કે

જે શબ્દોથી ક્યારેય

સમજાતો નથી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *