મારા મનીયા નો જન્મદિવસ એ તો કેવી અજબ જેવી વાત છે!…..રમેશબાપા સીતારામ મિત્રો,

બાપા સીતારામ મિત્રો,

આજે 5 ઓક્ટોબર છે ને આજે મારે મનીયા નો જન્મદિવસ છે, ને આજે મારે મનીયા ને જમવા લઇ જવાનો છે અને બગિચા માં લઇ ને હિંચકા ખવડાવના છે ને ને સરસ ઉપહાર મારે દેવાનો છે તો મારે એને સુ લવું એ મને કયો તો ખબર પડે કે મારે માનિયા માટે સુ લવ ને સુ ખવડાવું એટલે માટે હું આજે એક ગીત રજુ કરું ચુ આશા છે કે તમને બધાને આ ગીત ગમશે.

એ તો કેવી અજબ જેવી વાત છે!


નાની મારી આંખ, એ તો જોતી કાંક કાંક….

એ તો કેવી અજબ જેવી વાત છે!

નાક મારું નાનું, એ સૂંઘે ફૂલ મજાનું…

એ તો કેવી અજબ જેવી વાત છે!


નાના મારા કાન, એ સાંભળે દઈ ધ્યાન….

એ તો કેવી અજબ જેવી વાત છે!


નાનું મોઢું મારું, એ બોલે સારું સારું….

એ તો કેવી અજબ જેવી વાત છે!


નાના મારા હાથ, એ તાળી પાડે સાથ…

એ તો કેવી અજબ જેવી વાત છે!


પગ મારા નાના, એ ચાલે છાનામાના….

એ તો કેવી અજબ જેવી વાત છે!


આંગળી મારી લપટી, એથી વગાડું ચપટી….

એ તો કેવી અજબ જેવી વાત છે!

Leave a Comment