હજી બાકી છે આપણે 

આ કાવ્ય બવ ગહેરાઈ થી લખવા માં આવ્યું છે જેથી તમે ધ્યાન થી સમજશો તો માજા આવે કેમ કે આ કાવ્ય એક દરિયા ગહરાઈ ની જેમ ઉંડાણ થી લખવામાં આવેલું છે.

બંધ છે હોઠ પણ, 

શબ્દો હજી બાકી છે.

છુટ્યા છે હાથ પણ, 

સાથ હજી બાકી છે.

ટૂંકા છે રસ્તા પણ, 

મુકામ હજી બાકી છે.

ખૂટ્યા છે દિવસો પણ, 

રાત હજી બાકી છે.

રાત છે શાંત પણ, 

વાત હજી બાકી છે.

લાંબો છે વિરહ પણ, 

મિલન હજી બાકી છે.

પૂરું થયું જીવન પણ, 

શ્વાસ હજી બાકી છે

Leave a Comment