એક શ્વાસ જિંદગી નો તે ભાવ મહત્વ નો છે કે શ્વાસ આપણી અંદર જ હોઈ છે પણ તેનો મેહસૂસ કરવો પડે છે જો આપણે જીવન માં કંઈક પામવું હોઈ તો પ્લેય આપણે ધ્યાન માં બેસીને આપણે આપણા શ્વાસ પાર નિરંતર ધયાન કરવું પડે છે, જો તમારે શ્વાસ પાર નિયંત્રણ રાખી લોછો તો તમે જીવન એક સિદ્ધિ પ્રાપ્ત કરી લેશો ને તમે જીવન માં એક નવી ઉર્જા પ્રાપ્ત કરી લેશો ને તમને જીવન જીવવાની માજા આવશે ને તમે એક જીવન નો શ્વાસ પાર નો નવો એક ઉદેશ પ્રપ્ત કરી લેશો.
એક શ્વાસ મારી જ ભીતર, એક શ્વાસ મારી આસપાસ.
અંતઃકરણની હિલચાલનો, ક્ષણે ક્ષણે કરાવે આભાસ.
જે અપાવે મને વિશ્વાસ, નહિ થંભે ક્યાંય મારો શ્વાસ.
સ્વયંને શોધતો એક શ્વાસ, મારા જ અસ્તિત્વને સાક્ષાત્કારથી, જણાવવા મથતો એક શ્વાસ.
ભીતર અને આસપાસ ફરતો,
હૂંફની ચાદર સમો એક શ્વાસ!
ત્યાં જ હું છું જ્યાં તું છે
આ કવિતા માં કવિ કી છે કે જાય તું છે થાય હું જ છું કે આપણે કોઈ જન્મ કે મુર્ત્યું રોકી શકે તેમ નથી કેમ આપડે એક આત્મા છીએ જેમાં બે ખોલીયા અલગ છે પણ જીવ એક જ છે એમ જ જેમ એક માં વગર છોકરું ના રાય શકે તેમ જ તારી વગર હું ના રાય શકું, જેમ તડકો આવે છે પછી છાંયો પણ આવે છે ને જેમ દિવસ પછી રાત આવે છે તેમ જ હું હંમેશ તારી જોડે જ છું હંમેશા અને તારી જોડે જ રઈસ.
જ્યાં હું કે તું નથી,
જન્મ કે મૃત્યુ નથી, જીવ કે જીવન નથી,
ત્યાં જ હું છું, બીજે ક્યાંય નથી.
જયાં રાત કે દિન નથી, સવાર કે સાંજ નથી, તડકો કે છાંય નથી,
ત્યાં જ હું છું, બીજે ક્યાંય નથી.
જ્યાં ઉત્તર કે દક્ષિણ નથી, રસ્તો કે ઠામ નથી, તિમિર કે તેજ નથી,
ત્યાં જ હું છું, બીજે કયાંય નથી.
જ્યાં શબ્દો કે વાક્યો નથી, કહેવાનું કે સાંભળવાનું નથી,
પોતાનું કે પારકું નથી,
ત્યાં જ હું છું,
બીજે ક્યાંય નથી.