લગન ગીત કોને કહેવાય એ વિને વિશે તમારે સમજવું હોઈ તો તમારે જુના લગન ગીત ને સમજવા પડે, લગન ગીત માં માં દીકરી ને ગીત માં સમજાવે છે સાસરે કેવું રેહવું જોઈ ને અને દીકરી ને સંસકર આપે છે કે બેટા લગન એ એક તારું નવું જીવન અને નવા લોકો સાથે તારે હવે રહેવાનું છે તો તારે હવે પિયર ને ભૂલી જવું પડશે અને સાસરા માં તારે રીતિ રિવાજ મુજબ ઠાલવું પડશે, કેમ કે દીકરી 20 વર્ષ સુધી બાપ ના ઘરે થી રય હોઈ અને પછી સસરા માં જીવન એકે નવું શરૂઆત છે.તો આ એક લગન ગીત ને સમજો તમે કે સુ કેવા માંગે છે દીકરી ને.
બેના રે… સાસરિવે જાતાં જોજો પાંપણ ના ભીંજાય દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય દોરે ત્યાં જાય દીકરી તો પારકી થાપણ કહેવાય
બેની તારી માથે બાપનો હાથ હવે નહીં ફરશે રમતી તું જે ઘરમાં એની ભીતે ભીંતો રડશે બેના રે…..
વિદાવની આ વસમી વેળા રોકી ના રોકાય દીકરી તો પારકી થાપણ કહેવાથ બેના રે..
તારા પતિનો પડછાયો થઈ રહેજે સદાય સાથે સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે
તારી આ વેણીનાં ફૂલો કોઈ દી ના કરમાથ દીકરી તો પારકી થાપણ કહેવાય બેના રે…
આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી સુખનું છે કે દુ:ખનું એ તો કોઈ શક્યું ના જાણી બેના રે..
રામ કરે સુખ તારું કોઈ દી નજર્યું ના નજરાય દીકરી તો પારકી થાપણ કહેવાય બેના રે…
દીકરી ને ગાય દોરે ત્યાં જાય દીકરી તો પારકી થાપણ કહેવાય બેના રે.. ઓ બેના..