આ કવિતા એક માનવી ઉપર લખેલી છે, કે આ દુનિયા નો આ કાળા માયા નો માનવી છે જે કોઈ દિવસ કુદરત નો થયો નથી, તેના માટે ની આ એક કવિતા છે કે આજનો માનવી કુદરત નો નાશ કરી રહ્યો છે. માનવી ઊંચી ઇમારત બાંધી રહ્યો છે પણ પોતે નીચે જય રહ્યો છે તે નથી જોતો, એના માટે આજે તમે આ કવિતા લખી છે .
માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
જે કંઇ બની ગયો. એ બરાબર બની ગયો.
વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.
જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.
રસ્તામાં એટલી બધી ખાવી છે ઠોકરો મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો
એ મુજને રડતી જોઇને ખુદ પણ રડી પડ્યાં
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.
ઉંચકી રહ્યો ગઝલની ઇમારતના ભારને
એને નમન જેપાયાનો પથ્થર બની ગયો
છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ, મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.
આદિલના શેર સાંભળી આશ્ચર્યથી કહહ્યું
ગઈ કાલનો આ છોકરો શાયર બની ગયો.