ધરતી આભનું મિલન

ધરતી આભનું મિલન

જીવનમાં કેટલાક ક્ષણો એવા હોય છે, જ્યાં કુદરત આપણને પોતાના ચમત્કારો બતાવે છે. એ ક્ષણોમાં ધરતી અને આકાશનો સંગમ આપણાં મનમાં અદભૂત આનંદ અને શાંતિ લાવે છે. કુદરતનું આ મિલન માત્ર દૃશ્ય નથી, પરંતુ એક ભાવના છે, જ્યાં બે તત્વો એકરૂપ બની જાય છે.

ધરતી એ ધીરજનું પ્રતિક છે તે બધું સહન કરે છે, બધું સંભાળે છે અને બધાને આશરો આપે છે. બીજી તરફ આકાશ સ્વતંત્રતાનું પ્રતિક છે બઅંત, વિશાળ અને કલ્પનાથી પણ પર. જ્યારે આ બંને મળે છે, ત્યારે એ દૃશ્ય આપણા હૃદયને સ્પર્શી જાય છે. વરસાદની ટીપાંઓ ધરતીને અંકલે ત્યારે એ આભનું સ્પર્શ છે, અને ધરતીની હરિયાળી આકાશના રંગોને સ્વીકારતી હોય છે.

મિલનના આવા પળોમાં કુદરત આપણને શીખવે છે કે જીવનમાં સંતુલન કેટલું મહત્વનું છે. ધરતીનો ધૈર્ય અને આકાશની ઊંચાઈ, બંને સાથે મળીને એક નવી દુનિયા સર્જે છે. એ આપણને સમજાવે છે કે જીવનમાં તફાવતો હોવા છતાં, જોડાણ શક્ય છે.

પંખીઓના કલરવથી સજેલું આ દૃશ્ય, મેઘધનુષની ઝાંખી અને મોસમનો બદલાતો મિજાજ બધું મળી એક અનોખી કવિતા રચે છે. આ માત્ર કુદરતી ઘટના નથી, પણ એક આધ્યાત્મિક અનુભૂતિ છે. ધરતી અને આકાશના મિલનને જોતા આપણને એ અનુભવ થાય છે કે જીવનમાં પણ દરેક મિલન, દરેક જોડાણ એક નવી શરૂઆત બની શકે છે.

આવું મિલન આપણને એ યાદ અપાવે છે કે સત્ય પ્રેમ, સમજણ અને સ્વીકાર જ્યાં હોય, ત્યાં જ જીવન સુગંધિત બને છે. ધરતી અને આકાશનો આ સંગમ એ જ સાચી પ્રેરણા છે.

ધરતી આભનું મિલન

ધરતીના કોઈક ટુકડા પર, પડયા પગલાં આકાશના આજે.

ખીલી છે ધરતી સોળે કળાએ, આકાશનું આગમન થયું છે આજે.

મેઘધનુષનો મુગટ ચડાવી માથે, મંદ વહેતા પવનના વસ્ત્રો છાજે.

ધરતીની હરિયાળી ઓઢણીમાં, લાલ ફૂલોનું સિંદૂર બિરાજે.

મિલનના પવિત્ર અવસર પર.

પંખીઓ બન્યા સાક્ષી આજે, મોસમે બદલ્યો મિજાજ સાથે.

આકાશને ધરતીના અનોખા, મિલનની મધુરી સાંજે !

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *