એક પપ્પા કોને કહેવાય તેના માટે ની આ એક સુંદર કવિતા છે, જે તમે બધા ધ્યાન થી સમજો, એક બાપ જે આખી જીંદગી તેના સંતાન માટે સંઘર્ષ કરે છે છે ને તેમાં પરિવાર નું જરૂરિયાત નું ધ્યાન રાખે છે અને પણ તો પણ સંતાન એમ કેય છે કે પપ્પા તમે અમારું સુ ધ્યાન રાખ્યું તો પપ્પા ને કેતા પેલા વિચાર કરી લીઓ. પપ્પા કોને કેબાય તે આ કવિતા માં લખેલ છે તો તમે આ કવિતા વાંચો.
મારી સાથે મસ્તી કરતા, હસતાં – રમતાં, મારા પપ્પા મને બહુ પ્યારા છે.
વહાલભર્યા સાદે બોલાવતાં, મારા પપ્પા મને બહુ પ્યારા છે.
પાસે બેસી મને ભણાવતાં, મારા પપ્પા મને બહુ પ્યારા છે.
ભૂલ થાય તો પ્રેમથી સમજાવતાં, મારા પપ્પા મને બહુ પ્યારા છે.
રવિવારે ફરવા લઈ જતાં, મારા પપ્પા મને બહુ પ્યારા છે.
ભેળપુરી ને આઈસ્ક્રીમ ખવડાવતાં, મારા પપ્પા મને બહુ પ્યારા છે.
જાત – જાતનાં રમકડાં અપાવતાં, મારા પપ્પા મને બહુ પ્યારા છે.
હું જે કંઈ માગું એ લઈ આવતા. મારા પપ્પા મને બહુ પ્યારા છે.
મુજ પર હેતની હેલી વરસાવતા, મારા પપ્પા મને બહુ પ્યારા છે