હોળી આવી ધુળેટી આવી પૈસા આપો મને

બાપા સીતારામ 

આજે છે ધુળેટી છે ને મને હોળી રમવાનો બવ શોખ છે ને હંમેશા મને કુદરતી કલર થી રમવું મને ગમે છે ને તમે પણ કુદરતી કલર થી રમો ને હોળી એક પવિત્ર તેયોહર છે  જેનાથી તમને હોલિકા માતા ના આશીર્વાદ મળશે.

ચકલામાં ચેતીને ચાલો, બાબુલાલ !

હોળીનો પૈસો આલો, બાબુલાલ !

આજે છે રંગ રંગ હોળી, બાબુલાલ !

આવી ઘેરૈયાની ટોળી, બાબુલાલ !

ખાવા છે સેવ ને ધાણી, બાબુલાલ !

દાણ માંગે છે દાણી, બાબુલાલ !

આવ્યા નિશાળીયા દોડી, બાબુલાલ !

શાહીની શીશીઓ ઢોળી, બાબુલાલ !

ઝાલી છે હાથમાં ઝોળી, બાબુલાલ !

સિકલ તમારી છે ભોળી, બાબુલાલ !

જૂની પોતડી પહેરી, બાબુલાલ !

લાગો છો રસિયા લહેરી, બાબુલાલ !

ઊંધી તે પહેરી ટોપી, બાબુલાલ !

હસશે ગામની ગોપી, બાબુલાલ !

ચશ્માની દાંડી વાંકી, બાબુલાલ !

આંખોની આબરૂ ઢાંકી, બાબુલાલ !

ચાલોને ઘરમાં ફરશું, બાબુલાલ !

નદીએ નાવણિયાં કરશું, બાબુલાલ !

કોરાં રહેવાની વાત મૂકો, બાબુલાલ !

આજે દિવસ નથી સૂકો, બાબુલાલ !

મૂંછોમાં બાલ એક ધોળો, બાબુલાલ !

કાળા કલપમાં બોળો, બાબુલાલ !

કૂવા કાંઠે તે ના જાશો, બાબુલાલ !

જાશો તો ડાગલા થાશો, બાબુલાલ !

આજે સ‘પરમો દાડો, બાબુલાલ !

લાવો ફાગણનો ફાળો, બાબુલાલ !

ચકલામાં ચેતીને ચાલો, બાબુલાલ !

હોળીનો પૈસો આલો, બાબુલાલ !

Leave a Comment